રાજકોટ સૌરાષ્ટ્રના સહકારી જગતમાં ચમકતું સ્વયંપ્રકાશિત નામ એટલે માધવ.
મધ્યમ વર્ગ માટે સંકટમોચન માધવ શરાફી સહકારી મંડળી રાષ્ટ્રના વિકાસ દરમાં પણ મહત્વનું યોગદાન આપે છે. સુસંસ્કૃત સહકારથી સમૃદ્ધિના ધ્યેયને પામવા માધવનું સ્લોંગન આંબો અમે વાવીએ : કેરી તમે ખાવ. ઘણું બધું કહી જાય છે.
પ્રામાણિક અને પુરુષાર્થી વ્યવસ્થાપક મંડળ અને કુશળ કર્મયોગીઓ સભાસદોના સર્વાંગી કલ્યાણ માટે સદૈવ તત્ત્પર રહે છે.
સભાસદોનો મંડળીના સંશાધનો પર પ્રથમ અધિકાર છે. આ સૂત્રને સાર્થક કરતા ગણમાન્ય ડૉકટરૉ સમાન ધ્યેય માટે એકઠા થઈ શરૂ કરેલ મંડળીની પ્રતિષ્ઠા પ્રારંભથી જ હોય, એ સ્વભાવિક છે.કદાચ એટલે જ "ડોક્ટરની મંડળી" ઉપનામ મળ્યું હશે!
એમના આ પુરુષાર્થ અને કર્તવ્યનિષ્ઠાનું ફળ એટલે ૨૫ વર્ષની અવિરત પ્રગતિ.
નોંધણી નંબર અને તારીખઃ-
શ્રી માધવ શરાફી સ.મં.લી. તા. ૩૧/૦૭/૧૯૯૯ ના રોજ નોંધણી નં. સે.શ. ૩૧૧૯૫ થી નોંધાયેલ છે.
૩૧-૦૩-૨૦૨૪ ના રોજ પુરા થતા વર્ષના આ રહ્યા ગૌરવવંતા સુવર્ણપદકો.
શેર ભંડોળ :- |
00,96,60,600 ₹ |
કુલ ધિરાણ :- |
34,75,64,302 ₹ |
કુલ નફો :- |
01,07,11,260 ₹ |
કુલ ભંડોળ :- |
14,03,90,804 ₹ |
કુલ થાપણ :- |
29,54,33,582 ₹ |
કુલ ટર્ન ઓવર :- |
9,713 લાખ ₹ |
માધવ મંડળીનું કાર્યક્ષેત્ર સમગ્ર સૌરાષ્ટ્ર છે. એ પૈકી ત્રણ નગર કક્ષાએ, બે ગ્રામ્ય કક્ષાએ શાખાઓ શરૂ કરી.
- મોરબી શાખા લોકાર્પણ: 26/09/2014
- બોટાદ શાખા લોકાર્પણ: 29/06/2014
- ધોરાજી શાખા લોકાર્પણ: 06/12/2020
- માલીયાસણ શાખા લોકાર્પણ: 22/10/2015
- શાપર વેરાવળ શાખા: 18/07/2015
છેલ્લે રજત જયંતિ વર્ષમાં..
- 22 જાન્યુઆરી 2024 રામલલ્લાના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ મહિલા ઉત્કર્ષના એક માત્ર સેવાભાવ સાથે રાજકોટના મવડી પ્લોટ વિસ્તારની અંબિકા ટાઉનશીપમાં " માધવ મહિલા શાખા "નું લોકાર્પણ કર્યું.
- મહિલાઓ દ્વારા સંચાલિત, મહિલાઓને જ સભ્યપદ આપી, શક્ય એટલા ઓછા વ્યાજે ધિરાણ, થાપણ પરવધુ વ્યાજ આપી નારી સશક્તિકરણના અભિયાનમાં જોડાયા.
- મહિલા શાખાના પ્રમોશન માટે "સમર કૂકીંગ કલાસ" નું આયોજન કરી નિષ્ણાંત કૂક દ્વારા નિઃશુલ્ક પ્રશિક્ષણ સાત દિવસ આપ્યું.
- ડ્રાઇવિંગ આવડે છે એવી શ્રમિક બહેનોને ઈ-ઓટોરિક્ષા તથા દિકરીઓને ઈ-બાઈક આપવાનું આયોજન મહિલા શાખા કરે છે.
- દરેક સભાસદને શેર ઉપર ૨૦ ટકા ડીવીડન્ડ અને ૨૦૦૦ રૂ.ની વાર્ષિક સભાસદ ભેટ સ્થાપના કાળથી જ આપીએ છીએ.
- રાજકોટ, બોટાદ બે શાખાઓ માં ઘરનું મકાન છે. ધોરાજી અને મોરબી માં ૩૧-૩-૨૦૨૫ સુધીમાં ઘરનું ઘર બની જશે છે.
"આપ સૌનો સાથ, સહકારથી જ આ શક્ય બન્યું છે. અસ્તુ ભારત માતા કી જય." -ડો. નવલ ડી. શીલુ.